બેની એની લાલચ્ય લાગી રે, વેંઘાણી વાતમાં રે ૩/૮

બેની એની લાલચ્ય લાગી રે, વેંઘાણી વાતમાં રે ;
જોયા વિના જંપ ન થાયે રે, મુને દિન રાતમાં રે.
હેલી નંદજીનો લાલો રે, વહાલો વ્રજનારનો રે ;
રહું છું હું નિશદિન જોતી રે, મોતી મારા હારનો રે.
હેતે હું તો પરવશ થઇ છું રે, વિસામાના વેણમાં રે ;
છૂપાવીને રાખીશ છાનો રે, નટવર નેણમાં રે.
નંદજીના નંદન સાથે રે, લાગી છે પ્રીતડી રે ;
છબીલો છેલ છોગાળો રે, જાણે રસ રીતડી રે.
કરી કરી હા અલૌકિક રે, રસબસ કીધલી રે ;
વહાલે બ્રહ્માનંદને બેની રે, સુધ બુધ લીધલી રે.

મૂળ પદ

ગઇ’તી હું પાણીડું

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી