કાનુડે પ્રેમ કટારી રે, મારીમારે અંતરે રે ૪/૮

 

કાનડે પ્રેમ કટારી રે, મારીમારે અંતરે રે ;
કોટી કોટી ઓસડ કરીએ રે, તોય નવ નીસરે રે.
છબી મારા ચિત્તમાં ચોંટી રે, ફૂલા કેરા હારની રે ;
તે દહાડાની ઘાયલ થઇ છું રે, ટળી બીક સંસારની રે
લાગી મુને ચોટ અચાનક રે, નેણું કેરા બાણની રે ;
વિચારીને લાલચ મેલી રે, તન-મન પ્રાણની રે.
અચાનક આજ અસૂરી રે, પાણીડે નીસરી રે ;
કાન મુને કામણ કીધા રે, બીજું સર્વે વીસરી રે.
ઘરડાનો ધંધો ભૂલી રે, ભૂલી જલ હેલડી રે ;
વહાલો બ્રહ્માનંદનો રે, જોઇને થઇ છું ઘેલડી રે.

મૂળ પદ

ગઇ’તી હું પાણીડું

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી