જસોમતી જોરે બોલાવે રે, નટવર નાથને રે ૭/૮

જસોમતી જોરે બોલાવે રે, નટવર નાથને રે ;વહાલો રમવાને દોડે રે, મૂકાવી હાથને રે.       
જોને તારા સરવે સંગાતીરે, જમી જમી આવિયારે ;એમની માતાએ સુંદર રે નીરે નવરાવિયા રે.     
તમે પણ ચાલો જીવન રે, જમો રસ રોટલી રે ;ચંદન કેરી કાંગસી લૈને રે, ઓળું તારી ચોટલી રે.        
મહીં ઝાઝું મોંણ નાંખી રે, કીધી હાથ બાટડી રે ;તમારો તાત ભુખાળુ રે, જુવે છે વાટડી રે.        
આરોગો નાથ અલૌકિક રે, સારાં સારાં સુખડાં રે ;આવો બ્રહ્માનંદના વહાલા રે, લેઉં તારાં દુઃખડાં રે.        પ 

મૂળ પદ

ગઇ’તી હું પાણીડું

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી