હેલી હું તો સંધ્યા ટાણે આજ, ઊભીતી ઘર બારણે રે લોલ ૪/૪

હેલી હું તો સંધ્યા ટાણે આજ, ઊભીતી ઘર બારણે રે લોલ;
	રસિયો છેલ છબીલો શ્યામ કે, જોવા કારણે રે લોલ...૧
આવે ગાયો કેડે નાથ, અલૌકિક ગાવતા રે લોલ;
	ગહેરી મોરલડીને સાદ કે, ધેન બોલાવતા રે લોલ...૨
પહેરી વનમાળા વ્રજરાજ, કુંડળિયાં કાનમાં રે લોલ;
	જોઈ મારું મનડું પામ્યું મોહ, સલુણાના વાનમાં રે લોલ...૩
જાણી મુજને આડી મીટ કે, હેતે હેરતા રે લોલ;
	ચાલ્યા બ્રહ્માનંદનો નાથ, કમળ કર ફેરતા રે લોલ...૪
 

મૂળ પદ

ગઈતી ગઈતી ભરવાને નીર

મળતા રાગ

ગરબી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ


અજાણ (પ્રકાશક )

પરંપરાગત (સ્વરકાર)

Studio
Audio
1
0