માનો હઠીલા કુંવર નંદના રે, મારે માથે છે જલડાની હેલ રે ૧/૪

માનો હઠીલા કુંવર નંદના રે, મારે માથે છે જલડાની હેલ રે. મા૦ ૧
વાલા દુરીજન દેખે છેલોકડાં રે, ઘોળ્યાં ઠાલી ચડાવશે આળ રે. મા૦ ર
આ વાટે રોકો માં મને વિઠ્ઠલા રે, દેશે દેશે સાસુડી મુને ગાળ રે. મા૦ ૩
ભાર લાગે છે માથે ભૂધરા રે, ખોટી થાય છે ઘરડાનું કામ રે. મા૦ ૪
જોર જણાવો શીદ જાદવા રે, નથી લીધી વેચાતી નાખી દામ રે. મા૦ પ
હ��કાં વેણ ન કાઢીએ રે, રહીએ સમજી પોતા કેરી રીત રે. મા૦ ૬
વનમાં રોકો છો પર વનિતા રે, તમે થાશો એમાંથી ફજીત રે. મા૦ ૭
મારગ મેલીને રહોને વેગળા રે, શીદ અમને કરો છો હેરાન રે. મા૦ ૮
બ્રહ્માનંદના સ્વામી શ્યામળા રે, કેડો મેલોને આલીગારા કાન રે. મા૦ ૯

મૂળ પદ

માનો હઠીલા કુંવર

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી