મેલોને મારગ માવજી રે, મારે લાગે છે મહીડાનો ભાર રે ૨/૪

મેલોને મારગ માવજી રે, મારે લાગે છે મહીડાનો ભાર રે. મે૦ ૧
વહાલા કેડે કેડે આવો શીદ કાનજી રે, શું સમજીને રોકો છો વાટ રે. મે ર
નવરા નિશદિન નાથજી રે, આવી ઘેરો છો જમુનાનો ઘાટ રે. મે૦ ૩
અમે મહીયારા રાવલાં રે, વળી રહીએ રાજા કેરે વાસ રે. મે૦ ૪
રીસ જણાવો છો આંખમાં રે, શાનું દાણ માગો અમ પાસ રે. મે૦ પ
આવી બાઝો માં તમે ઓઢણે રે, જાશે રાજ દરબારમાં વાત રે. મે૦ ૬
મોટાં મોટાં વેણ ન બોલીયે રે, અમે જાણી તમારી જાત રે. મે૦ ૭
દાણને નામે નાભપું દોકડો રે, નહીં પાઉં મહીડું નવટાંક રે. મે૦ ૮
બ્રહ્માનંદના સ્વામી વાટમાં રે, અમનેરોકી ઉભા છો શે વાંક રે. મે૦ ૯

મૂળ પદ

માનો હઠીલા કુંવર

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી