આવોને સુંદર શ્યામળા રે, વહાલા કેહેવી છે કાંઇએક વાત રે ૩/૪

 

આવોને સુંદર શ્યામળા રે, વહાલા કેહેવી છે કાંઇએક વાત રે. આ૦ ૧
વારે વારે જોઉં છું હું વાટડી રે, વારી સેજ બીછાઇ તમ કાજ રે. આ૦ ર
તમથી બાંધી છે પ્રીતડી રે, મેં તો મેલી સંસારીડાની લાજ રે. આ૦ ૩
ઘરનાં સૌ કહે છે ઘેલડી રે, મારે તમ સંગાથે લાગી તાન રે. આ૦ ૪
મળવા તમને માવજી રે, મુને કોડ ઘણા છે કાન રે. આ૦ પ
નેણાં હરખે છે નિત્ય નિરખવા રે, હરખે આલિંગન કાજે અંગ રે. આ૦ ૬
મંદિર પધારોને મલપતા રે, વારી છેલ છબીલા નવરંગ રે. આ૦ ૭
તાપ નિવારો મારા તનના રે, વહાલા મનડાની પૂરો આવી આશ રે. આ૦ ૮
બ્રહ્માનંદની એ છે વિનતિરે, પિયા પ્રીત કરીને રાખો પાસ રે. આ૦ ૯

મૂળ પદ

માનો હઠીલા કુંવર

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી