કોડીલા કુંવર કાનજી રે, મારે તમ સંગ લાગી પ્રીત રે ૪/૪

કોડીલા કુંવર કાનજી રે, મારે તમ સંગ લાગી પ્રીત રે.                         કો૦ ૧
વહાલા, જોઇને તમને જાદવા રે, મારા શીતળ થાય છે નેણ રે.            કો૦ ર
નટવર સુંદર નાથજી રે, તુજથી રટના લાગી છે દિન રેણ રે.                   કો૦ ૩
ફૂલી ફરું છું તારા કેફમાં રે, હું તો ભૂલી છું તનડાનું ભાન રે.                   કો૦ ૪
ઘેરી મુખ વાઓ છો મોરલી રે, તેણે સુણતાં થઇ છું ગુલતાન રે.             કો૦ પ
રે વારે હેરો છો હેતમાં રે, ભીને વાને ચોરો છો મારું ચિત્ત રે.               કો૦ ૬
મનમાં વસી તારી મૂર્તિ રે, મારે પૂરણ લાગી છે પ્રીત રે.                         કો૦ ૭
શોભો છો ગોપીજન સાથમાં રે, હાથે લટકાં કરતા નંદલાલ રે.               કો૦ ૮
બ્રહ્માનંદ જાયે નિત્ય વારણે રે, તારૂં નિરખી વદન થઇ ન્યાલ રે.             કો૦ ૯ 

મૂળ પદ

માનો હઠીલા કુંવર

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી