તમને શેરવાની કોણે પહેરાવી આવી શેરવાની કયાંથી આવી, ૧/૧

તમને શેરવાની કોણે પહેરાવી, આવી શેરવાની કયાંથી આવી,
આવી રૂપાળી મૂર્તિ મન ભાવી,
રહો હૃદયમાં સદાય આવી...ટેક
પીયું છો નમણો, સાફો સોયામણો,
પચરંગી રંગમાં, શોભે છે બમણો (૨)
તારૂ છોગું છે સુખની ચાવી...રહો૦ ૧
ગળે હેમ હાર છે, મારે તુંમાં પ્યાર છે,
જોઇ તારી ભુજા, ભેટવા વિચાર છે (૨)
તારા મુખડાને છાતીએ દબાવી...રહો૦ ૨
કેસરી રંગની કલગી રૂપાળી,
રૂડા ખેસાળી, મૂર્તિ રૂપાળી ( ૨ )
જ્ઞાનજીવનને મૂર્તિમાં સમાવી...રહો૦ ૩

મૂળ પદ

તમને શેરવાની કોણે પહેરાવી

મળતા રાગ

મહા મનોહર મૂર્તિ તમારી

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી