ઓરા આવોને નાગર નંદના રે, આવી વાળોને ઓઘ આનંદના રે ૨/૮

ઓરા આવોને નાગર નંદના રે,
	આવી વાળોને ઓઘ આનંદના રે...ઓરા૦ ૧
વાલા હોંશ ઘણી છે મારા મનમાં રે,
	તમ આવ્યે ટાઢું થાય તનમાં રે...ઓરા૦ ૨
વાલા એકલા તે કેમ કરી રીજીએ રે,
	કાના આવોને ગોઠડી કીજીએ રે...ઓરા૦ ૩
તમ સાથે બંધાણી પ્રીત ઘાટડી રે,
	મારી ઊઘડી હૈયા કેરી હાટડી રે...ઓરા૦ ૪
બ્રહ્માનંદના તે શ્યામ સુજાણ છો રે,
	પ્યારા પરમ સ્નેહી મારા પ્રાણ છો રે...ઓરા૦ ૫
 

મૂળ પદ

મન લીધું મોરલડીના તાનમાં રે, હું તો મોહી છું છેલાજીના વાનમાં રે

મળતા રાગ

ગરબી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

નોન સ્ટોપ કીર્તન વિગત

નોન સ્ટોપ-૪

ઓરા આવોને નાગર નંદના રે(૦૮-૦૫)

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
પ્રમોદભાઇ આડેસરા

શ્રી દેવ ઉત્સવ મંડળ,શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુપેન્દ્ર રોડ, રાજકોટ. ગુજરાત ,INDIA. ફોન. નં +91 2232494


શ્રી દેવ ઉત્સવ મંડળ લાઇવ કલેક્શન સં-૨૦૬૮
Live
Audio
6
5
 
નમુનો
આખું
ડાઉનલોડ
અજાણ (ગાયક )

શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ (ગોંડલ રોડ,રાજકોટ.ફોન નં +૯૧૨૮૧ ૨૩૭૭૭૦૧/૨ મો.+૯૧ ૯૮૫૨૫૧૧૧૬૮
રેકોર્ડીંગ ગુણવત્તા-અતિ સારી

ખેલત રસિયો રાસ-૧ નોન સ્ટોપ-૪
Studio
Audio
4
3