ઘેલી કીધી ગોવિંદે ગારૂડી રે ૫/૮

ઘેલી કીધી ગોવિંદે ગારૂડી રે ;મન લેતાં ન લાગી વારડી રે.    ઘે૦ ટેક.
બેની ! આજ અસૂરી પાણીડે ગઇ રે ;રંગભીનો દેખી મોહીને રઇ રે.    ઘે૦ ૧
લાગી ચોટ નયન કેરા બાણની રે ;હરી લીધી હિંમત મારા પ્રાણની રે.     ઘે૦ ર
છેલે લટકાં કરીને ચિત્ત ચોરીયું રે ;લાગો ઘાવ કાળજ મારું કોરીયું રે.       ઘે૦ ૩
બ્રહ્માનંદ કે સુધ-બુધલીધલી રે ;મુને કાનડે રસબસ કીધલી રે.  ઘે૦ ૪ 

મૂળ પદ

મન લીધું મોરલડીના તાનમાં રે, હું તો મોહી છું છેલાજીના વાનમાં રે

મળતા રાગ

ગરબી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી