જશોદા ! મારે મંદિર મેલો કાનને રે ૬/૮

જશોદા ! મારે મંદિર મેલો કાનને રે ;જાણે દીધું જીવન કેરા દાનને રે.  જ૦ ટેક.
મારે મહીડું વલોવું, દોવી ગાવડી રે ;મોહન મેલો જસોદા માવડી રે.   જ૦ ૧
સામા સામું તે નેતરું તાણશું રે ;સરવે પાઠ તમારો જાણશું રે.     જ૦ ર
ઝાઝું મહી ને માંખણીયું જમાડશું રે ;રૂડી રીતે વાલમને રમાડશું રે.    જ૦ ૩
રાજી થાશે તો રાખશું રાતડી રે ;બ્રહ્માનંદના વહાલાથી કરશું વાતડી રે.  જ૦ ૪ 

મૂળ પદ

મન લીધું મોરલડીના તાનમાં રે, હું તો મોહી છું છેલાજીના વાનમાં રે

મળતા રાગ

ગરબી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી