વારી વેહેતાં રોકો માં આવી વાટમાં રે ૭/૮

વારી વેહેતાં રોકો માં આવી વાટમાં રે ;
મારે મહીડું ભર્યું છે જોજો માટમાં રે. વા૦ ટેક.
કાના ! આવા તે ફેલ ન કીજીએ રે ;
પ્રીતે રીતે માંગી મહી પીજીએ રે. વા૦ ૧
અમે જોર તમારું જાણીયે રે ;
શીદ બોલો છો વઢવાની વાણીયે રે. વા૦ ર
હેંડો વનમાં પગેરાં ખોળતાં રે ;
જોજો મસ્ત થઇને મહી ઢોળતા રે. વા૦ ૩
કાના ! લોકલજ્યા ઉર ધારીયે રે ;
બ્રહ્માનંદના વહાલા ! તમને વારીયે રે. વા૦ ૪

મૂળ પદ

મન લીધું મોરલડીના તાનમાં રે, હું તો મોહી છું છેલાજીના વાનમાં રે

મળતા રાગ

ગરબી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી