મોહનજી શું જાણો છો મનમાં, પર નારીને રોકો છો વનમાં ૨/૪

મોહનજી ! શું જાણો છો મનમાં, પર નારીને રોકો છો વનમાં.
વાત એ તો દરબારમાં ચઢશે, તમને ઓલંભો જડશે.
જોજો વિચારીને મોરથી કહું છું, રાજાના હું રાજમાં રહું છું.
વાટમાં આવીને બાઝો માં વહાલા, કોઇક દેખશે થાઓ માં કાલા.
ગરવભર્યા ગાયડના રે ગાંડા, અલવ કરતા આવો છો આડા.
બ્રહ્માનંદના નાથ ! હું વારું, ચાવું થાશે આ ચરિત્ર તમારું.

મૂળ પદ

મેલો મેલો મારગડો રે માવા

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી