માથે લાગે છે મહીડાનો ભાર રે, કાના, જાવા દ્યો મારે ઘેરે કામ છેરે ૧/૪

માથે લાગે છે મહીડાનો ભાર રે, કાના, જાવા દ્યો મારે ઘેરે કામ છેરે. ટેક.
ઘરના માણસ કોઇ ઘર નથી, મુને થઇ છે તે ઝાઝી વાર રે. કા૦ ૧
મનમાં તમે શું સમજીને મોહન, વનમાં રોકો છો પરનાર રે. કા૦ ર
ફેલ કરંતા જોજો બેડલું રે ફોડતા, તોડતા તે નવસર હાર રે. કા૦ ૩
બ્રહ્માનંદના વહાલા છેલ છબીલા, કહ્યું માનો નંદકુમાર રે. કા૦ ૪

મૂળ પદ

માથે લાગે છે મહીડાનો ભાર રે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી