આવી બાઝોમાં જમુનાનેતીરે રે, શ્યામ મારગ મેલીને રહો વેગળા ૨/૪

 

આવી બાઝોમાં જમુનાનેતીરે રે, શ્યામ મારગ મેલીને રહો વેગળા રે. ટેક.
ઘરના તે કામ તમે કરવા દેતા નથી, ભરવા દેતા નથી નીર રે. શ્યા૦ ૧
મહીડું વલોવતાં આવી માટ ફોડો છો, દોતાં ઢોળો છો આવી ખીર રે. શ્યા૦ ર
વેતાં રોકો છો તમે છેલાજી વાટમાં, ફાડો છો નવરંગ ચીર રે. શ્યા૦ ૩
બ્રહ્માનંદના વાલા ! મા કરો બડાઇ, અમે જાણ્યું તમે જાતના આહીરરે. શ્યા૦ ૪

મૂળ પદ

માથે લાગે છે મહીડાનો ભાર રે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી