તમને કહુંછું માણસ કેરી રીત રે આજ, વહાલા રોકોમાં મુને વાટમાંરે ૪/૪

તમને કહું છું માણસ કેરી રીત રે આજ, વહાલા રોકોમાં મુને વાટમાંરે. ટેક.
હયા જોરે તે આવી હાથ નાખોમાં તમે, થાશો તે લોકમાં ફજીત રે. આ૦ ૧
લજ્યા મેલીને કોઇનું નામ ન લીજીએ, આવી નવ કીજીએ અનીત રે. આ૦ ર
મુને એકલી જોઇ વનમાં મોહનજી, ચાળા કરે તમારું ચિત્ત રે. આ૦ ૩
બ્રહ્માનંદ કહે કેમ થાશે જોરાયે, પર નારી સંગાતે પ્રીત રે. આ૦ ૪

મૂળ પદ

માથે લાગે છે મહીડાનો ભાર રે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી