પ્રીતમજી વેલા પધારો રે વાટ જુએ છે વ્રજનારી ૧/૪

પ્રીતમજી વેલા પધારો રે વાટ જુએ છે વ્રજનારી ;
તનડાંના તાપ નિવારો રે, વાટ જુએછે વ્રજનારી. ટેક.
તમ વિના વ્રજ સુંનું લાગે રે, વા૦ ભુધર દેખી દુઃખ ભાગે રે. વાટ૦ ૧
આવો સુંદર શ્યામ સોહાગી રે, વા૦ શું બેઠા થઇ ત્યાગી રે. વાટ૦ ર
આળસ મેલીને આવો રે, વા૦ શું છેટે રહી લલચાવો રે. વાટ૦ ૩
જીવન તમે મથુરા જઇને રે, વાટ૦ ર' નાત નમેરા થઇને રે. વાટ૦ ૪
આવો અરજી અંતર ધારી રે, વાટ૦ જાયે બ્રહ્માનંદ બલિહારી રે. વાટ૦ પ

મૂળ પદ

પ્રીતમજી વેલા પધારો

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી