મોહન મથુરાના વાસી રે, વ્રજમાં આવો વાલમજી ૨/૪

મોહન મથુરાના વાસી રે, વ્રજમાં આવો વાલમજી ;
હવે મેલો કુબ્જા દાસી રે, વ્રજમાં આવો વાલમજી. ટેક.
તમે પેલી પ્રીત કીધી રે, વ્ર૦ વાલા વળતી ખબર ન લીધી રે. વ્ર૦ ૧
તન પરસી ચિંતા ટાળો રે, વ્ર૦ ભુધરજી સામું ભાળો રે. વ્ર૦ ર
વહાલા છૈયે દાસ તમારા રે, વ્ર૦ આવી પૂરો કોડ અમારા રે. વ્ર૦ ૩
વારી ગુણવંતા ગિરધારી રે, વ્ર૦ આવો અવગુણીયા વિસારી રે. વ્ર૦ ૪

મૂળ પદ

પ્રીતમજી વેલા પધારો

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી