મથુરાના વાસી માવા રે, પ્રીતમ આવો પાતળિયા ૩/૪

મથુરાના વાસી માવા રે, પ્રીતમ આવો પાતળિયા ;
અમે નો'તા જાણ્યા આવા રે, પ્રીતમ આવો પાતળિયા. ટેક.
બળવંત કુબ્જાના બેલી રે, પ્રી૦ મોહનજી આળસ મેલી રે. પ્રી૦ ૧
તમ સાથે પ્રીતિ બાંધી રે, પ્રી૦ વ્રેહડાંની વેલી વાધી રે. પ્રી૦ ર
એકલડાં કેમ કરી રહીએ રે, પ્રી૦ દુઃખ કેને આગે કહીએરે. પ્રી૦ ૩
અંતરગતની જાણો છો રે, પ્રી૦ છેટે રહી ચિત્ત તાણો છો રે. પ્રી૦ ૪
બ્રહ્માનંદ કહે જુગલ થઇને રે, પ્રી૦ કુબ્જાને સંગ લૈને રે. પ્રી૦ પ

મૂળ પદ

પ્રીતમજી વેલા પધારો

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી