નિરમોહીડા શ્યામ હમારા રે, ભુધર કોણે ભરમાવ્યા ૪/૪

નિરમોહીડા શ્યામ હમારા રે, ભુધર કોણે ભરમાવ્યા ;
ડોલરીયા નંદદુલારા રે, ભુધર કોણે ભરમાવ્યા. ટેક.
કેના તમે કારજ સાર્યાં રે. ભુ૦ વ્રજવાસીને વીસાર્યાં રે. ભુ૦ ૧
કુબ્જામાં મન લોભાણું રે. ભુ૦ હવે ઠીક જડયું ઠેકાણું રે. ભુ૦ ર
વહાલા સરખેસરખું મળીયું રે. ભુ૦ શીદ ચિત્ત ચડે ગોકુળીયું રે. ભુ૦ ૩
નટવરજી ભૂરકી નાખી રે, ભુ૦ મંદિરમાં લીધા રાખી રે. ભુ૦ ૪
બ્રહ્માનંદના નાથ પધારો રે, ભુ૦ જાણીશું પાડ તમારો રે. ભુ૦ પ

મૂળ પદ

પ્રીતમજી વેલા પધારો

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી