પ્રીતમ પધારો રે, ઘેર મારે ગિરિધારી ૧/૪

પ્રીતમ પધારો રે, ઘેર મારે ગિરિધારી. પ્રી૦ ટેક.
પ્રાણ થકી પ્યારા કરી રાખું, નિખમ રહું નહિ ન્યારી. પ્રી૦ ૧
તમ કારણ શ્યામળીયા રે વહાલા, ફૂલડે સેજ સમારી. પ્રી૦ ર
મન-કર્મ-વચને હું તમને વરી છું, સગું કુટુંબ વિસારી. પ્રી૦ ૩
મળવાની નિત્ય મને મોહન, અન્તર આશા બારી. પ્રી૦ ૪
બ્રહ્માનંદના વહાલા તમ ઉપર, સરવસ નાખું વારી. પ્રી૦ પ

મૂળ પદ

પ્રીતમ પધારો રે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી