આખલડી તારી અણિયાળી વાગે હૈયે ૧/૧

 આંખડલી તારી અણિયાળી વાગે હૈયે, 

જુઓને સામું હૈયામાં ધબધબ થાયે, 
ચિત્તડુ તણાયે દૂર ના રહેવાયે, 
દોડીને જાણે તને ભેટી જ લૈયે...               આંખડલી૦ ટેક
પચરંગી વાઘા શોભે છૈયા તારા, 
આવો તો દઉ મારા દિલડે ઉતારા, 
પચરંગી પીંછી ને પચરંગી પાઘ, 
પચરંગી છોગું જોઇ ઘેલા રે થઇએ..          આંખડલી૦ ૧
પચરંગી પેચમાં લપટાઇ ગઇ છું, 
સહુની ટળીને હવે તારી જ થઇ છું, 
કંઠે ગુલાબનો હાર મોતીવાળો, 
વિશાળ છાતીમાં મને સમાવી લઇએ...     આંખડલી૦ ૨
સુરવાળ જામો ખેસ પચરંગી, 
રજવાડી વેશે મને નાખી છે રંગી, 
સોનાની છડી તારી ભુલાયે ના ઘડી, 
જ્ઞાનસખીને હૈયે સદા આવા રહીએ...       આંખડલી૦ ૩

મૂળ પદ

આંખડલી તારી અણીયાળી વાગે હૈયે

મળતા રાગ

આવોને મારે આંગણિયે

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી