મારે ઘેર આવો રે, મોહન મુગટ ધરીને ૨/૪

મારે ઘેર આવો રે, મોહન મુગટ ધરીને. મા૦ ટેક.
જે જોઇએ તે આણી આણી આલું, રાખું જતન કરીને. મા૦ ૧
નંદકુંવર તમને નિત્થ નિરખી, રહે છે નયણ ઠરીને. મા૦ ર
મંદિરમાં રાખું મનમોહન, જાવા ન દેઉં ફરીને. મા૦ ૩
અવર પુરુષની આશા તજીને, રહી છું તમને વરીને. મા૦ ૪
બ્રહ્માનંદના વહાલા વધાવું, મોતીડે થાળ ભરીને. મા૦ પ

મૂળ પદ

પ્રીતમ પધારો રે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી