મારે ઘેર આવો રે, મોહન મોરલી વાતા ૩/૪

મારે ઘેર આવો રે, મોહન મોરલી વાતા. મા૦ ટેક.
ફૂલડાંના ગજરા પેહેરીને, ગીત મધુરાં ગાતા. મા૦ ૧
પ્રાણજીવન નટવર પાતળીઆ, રસિયા રંગના રાતા. મા૦ ર
હેત સહિત મુખ મંદ હસીને, પ્રેમ અમૃત રસ પાતા. મા૦ ૩
વ્રેહવંતી વ્રજની નારીને, જોઇ સામું ઝીવાતા. મા૦ ૪
બ્રહ્માનંદના વહાલાજી જોજો, વીચમાં કયાંઇક લોભાતા. મા૦ પ

મૂળ પદ

પ્રીતમ પધારો રે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

નોન સ્ટોપ કીર્તન વિગત

નોન સ્ટોપ-૧૦

મારે ઘેર આવો રે મોહન મોરલી વાતા (૧૧-૪૫)

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
હરિકૃષ્ણ પટેલ

શ્રી સ્વામિનારાયણ મંદિર,ભુજ-કચ્છ.સ્વામિનારાયણ રોડ,પોલીસ ચોકી સામે, gujarat,india.ફોન. ૦૨૮૩૨ ૨૫૦૨૩૧/૨૫૦૩૩૧.
રેકોર્ડીંગ ગુણવત્તા-ખૂબ સારી

રાસના કીર્તનો વોલ.૨ નોન સ્ટોપ-૧૦
Studio
Audio
0
0