મારે ઘરે આવોરે, મોહન વનમાળી ૪/૪

મારે ઘરે આવોરે, મોહન વનમાળી. મા૦ ટેક.
સજ કીધી તમ સારૂ વહાલા, સેજડલી રૂપાળી. મા૦ ૧
મનમાં હરખ થાય અતિ મારે, ભુધર લટકાં ભાળી. મા૦ ર
ઘરડાનો ધંધો મેલીને, બેઠી છું પંથ નિહાળી. મા૦ ૩
જગ કેરી શંકા જગજીવન, તમ સારું મેં ટાળી. મા૦ ૪
બ્રહ્માનંદના વહાલા હસાવો, વાત કરો મરમાળી. મા૦ પ

મૂળ પદ

પ્રીતમ પધારો રે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી