મારે સગપણ નટવરજી સંગે, હું તો રિઝું નહિ જો બીજે રંગે રે. ૧/૫

મારે સગપણ નટવરજી સંગે, હું તો રિઝું નહિ જો બીજે રંગે રે. મા૦ ૧
હવે જગથી મન મારૂં હટક્યું, આવી શ્યામ સુંદર સાથે અટક્યું રે. મા૦ ર
મેં તો નિરખ્યા નટવર નાનડીયો, મુને તે દહાડાથી રંગડો ચડીયો રે. મા૦ ૩
ખોટા જગની શંકા શીદ આણું, મારું ચિત્તડું પ્રીતમજીમાં પ્રોવાણું રે. મા૦ ૪
બ્રહ્માનંદ કહે વરીયા મોરારી, મેં તો જગ લજ્યા જગમાં ડારી રે. મા૦ પ

મૂળ પદ

મારે સગપણ નટવરજી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી