મોહનને જોવા દે માડી, મુને લાગત રંગડાની રાડી રે ૩/૫

મોહનને જોવા દે માડી, મુને લાગત રંગડાની રાડી રે. મો૦ ૧
મારી એમાં રે લોભાણી આંખી, મુને ભુરકી તે કોઇ પેરની નાખી રે. મો૦ ર
મોહનમાં વેંધાણું મનડું, મારું પરવશ થઇ ગયું છે તનડું રે. મો૦ ૩
મુને જાવા દે કાનુડા સાથે, મારું હૈડું છે જો એને હાથે રે. મો૦ ૪
બ્રહ્માનંદ કહે નથી રહેવાતું, છોને એ સારુ તે માથું જાતું રે. મો૦ પ

મૂળ પદ

મારે સગપણ નટવરજી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી