ઓરા આવોને ગુણીયલ ગિરિધારી, તારા મુખડા ઉપર જાઉં વારી રે ૫/૫

 

ઓરા આવોને ગુણીયલ ગિરિધારી, તારા મુખડા ઉપર જાઉં વારી રે.ઓ૦ ૧
વાલી લાગે છે મુખડાની વાણી, તારા છોગલિયામાં હું લોભાણી રે. ઓ૦ ર
તમ સાથે રે મારે પ્રીત જડી, વણદીઠે થાય છે જુગતુલ્ય ઘડી રે. ઓ૦ ૩
હું તો બેઠી છું જગલજ્યા ખોઇને, બીજું જોવું નથી તમને જોઇને રે. ઓ૦ ૪
બ્રહ્માનંદના વહાલાજી લેરી, તમ સારુ તે જગ કીધો વેરી રે. ઓ૦ પ

મૂળ પદ

મારે સગપણ નટવરજી

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી