શોભે નવલ બંનો ઘનશ્યામ, ગૌર અલબેલડી ૧/૪

શોભે નવલ બંનો ઘનશ્યામ, ગૌર અલબેલડી ;
જાણે તરુ રે તમાલની જોડ, કનક કેરી વેલડી.
ઓપે પિયાજીને સુંદર પાઘ, બનીને ઓઢણી ;
વર કન્યાની નૌતમ જોડ, અધિક શોભા બણી.
રાજે કૃષ્ણ વદન રવિ તેજ, કમલ મુખ સુંદરી ;
ઉભા અરસપરસ લોભાય, નયન પ્રેમે ભરી.
જોવા આવ્યા સુર નર નાર, મંગલ ધુનિ ઉચ્ચરે ;
બ્રહ્મમુનિ કહે કોટીક કામ, વારૂં બેઉ ઉપરે.

મૂળ પદ

શોભે નવલ બંનો ઘનશ્યામ

મળતા રાગ

હેલી જોને આ નંદકુમાર

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી