મનવા સત્ય શ્રીજી રહેવાના, બાકી સર્વે છે મરવાના, ૧/૧

 મનવા સત્ય શ્રીજી રહેવાના, બાકી સર્વે છે મરવાના,
તારે શ્રીજી જોઇએ ? કે વસ્તુ બીજી જોઇએ ?
મનવા નાશવંત છે કીર્તિ, સદા સત્ય હરિની મૂર્તિ,
તારે મૂર્તિ જોઇએ ? કે પછી કીર્તિ જોઇએ ?...           ટેક.
જગના માન અપમાન, સદા સાન્ત છે નિદાન,
એને મેળવી શું કરવું તારે,
એતો દુઃખ સહી, એમાં સુખ નહિ,
એમાં ઠર્યો નથી હજુ કોઇ લગારે,
મનવા દુઃખદાયી છે માન, સદા સુખદાઇ ભગવાન,
તારે માન જાઇએ ? કે ભગવાન જોઇએ ?...          મનવા૦ ૧
મેલી ઉપસવાનું તાન, ડૂબી ભજ ભગવાન,
તને સુખ મળશે બહુ ભારી,
પ્રસિદ્ધિ છે ભૂંડી, તજો ઇચ્છા ઉંડી,
ભાવે ભજી લેને શ્રીહરિ અવતારી,
નથી પ્રસિદ્ધિ કાંઇ સિદ્ધિ, મળે મૂર્તિ તે છે સિદ્ધિ,
તારે સિદ્ધિ જોઇએ ? કે પ્રસિદ્ધિ જોઇએ ?...            મનવા૦ ૨
જગે માયાનું જે સુખ, એમાં નર્યુ ભર્યુ દુઃખ,
એવા દુઃખાળા સુખ શું કરવા,
શ્રીજી નર્યુ છે સુખ, એમાં જરી ન દુઃખ,
આતો આત્માને કાયમ છે ઠરવા,
‘જ્ઞાન' શ્રીજી સુખધામ, માયા દુઃખનું છે ઠામ,
તારે માયા જોઇએ ? કે મહારાજ જોઇએ ?...        મનવા૦ ૩

મૂળ પદ

મનવા સત્ય શ્રીજી રહેવાના, બાકી સર્વે છે મરવાના,

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
સાંભળોગાયકરાગપ્રકાશકરેકોર્ડીંગ ગુણવત્તાસ્વરકારસીડીનું નામલાઇવ/ સ્ટુડિયોઓડિયો/ વિડિયોRating
નમુનો
આખું
ડાઉનલોડ
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (ગાયક)

સ્વામિનારાયણ મંદિર. કુંડળ.તા. બરવાળા જી .અમદાવાદ.ફોન.૦૨૭૧૧ ૨૯૧૨૯૧ ગુજરાત. INDIA સ્વામિનારાયણ મંદિર.કારેલીબાગ વડોદરા ગુજરાત. INDIA ફોન.૦૨૬૫ ૨૪૬૨૬૨૮
રેકોર્ડીંગ ગુણવત્તા-સારી
જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ (સ્વરકાર)
કીર્તન કુંભ ભાગ-૩
Studio
Audio
0
0