થયા અરધ માંડવે દેવ, અરધ થયા જાનૈયા ૩/૪

૮૮૩   પદ  : ૩      

        થયા અરધ માંડવે દેવ, અરધ થયા જાનૈયા ;

        ગાવે અરસપરસ અતિ પ્રીત, ગીત મન માનૈયાં.  ૧

        ઉડે અંતર અબીર ગુલાલ, રમે આનંદમાં ;             

        શોભે જ્યું તારા બીચ ચંદ, શ્યામ સુરવૃન્દમાં.     ર

        આવી રંભા આદિક અનંત, અપસરા ગાવવા ;       

        લાવે સુંદર નૌતમ તાન, કાન રીઝાવવા.        ૩

        વાજે વાજાં બહુત પ્રકાર,અધિક ઉત્સાહમાં ;            

        બ્રહ્મમુનિ કહે જામ્યો રંગ, નવલ વિવાહમાં.       ૪ 

મૂળ પદ

શોભે નવલ બંનો ઘનશ્યામ

મળતા રાગ

હેલી જોને આ નંદકુમાર

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી