સૂત ગાંધર્વ ચારણ સિદ્ધ, ઉમંગ કરી આવીયા ૪/૪

સૂત ગાંધર્વ ચારણ સિદ્ધ, ઉમંગ કરી આવીયા ;
દીધા માણેક મોતી મોજ, પરમ સુખ પાવીયા.
ભ્રખુભાણ સુતા નંદલાલ, પરણીયાં પ્રીતમાં ;
થયો વનમાંહી વિવાહ, અલૌકિક રીતમાં.
આવ્યા વ્રજમાંહી વ્રજરાજ, સર્વ મન ભાવતા ;
માથે વ્યોમ ઘટા વિમાન, અનંત સુર ગાવતા.
ગયા દેવ કરી પરણામ, અજબ રસ જોઇને ;
એની બ્રહ્મમુનિને ખબર, બીજા નહીં કોઇને.

મૂળ પદ

શોભે નવલ બંનો ઘનશ્યામ

મળતા રાગ

હેલી જોને આ નંદકુમાર

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી