તારાં નેણાં કામણગારાં રે, કામણગારાજી ૧/૮

તારાં નેણાં કામણગારાં રે, કામણગારાજી ;
તેણે હરીઆં મનડાં અમારાં રે, પ્રીતમ પ્યારાજી ;
જાદુગારી રે અલવીલા તારી આંખી, તમે નટવર મુજ પર નાંખી રે. કા૦ ૧
સામું જોતા રે સુધ ભુલી ગઇ છું, વહાલા અંતર ઘાયલ થઇ છું રે. કા૦ ર
નાથ રંગીલા તારે નવલ નજારે, વહાલા મોહ બંધાણો દિલમાં રે. કા૦ ૩
બ્રહ્માનંદ કહે મોહી છું હું વહાલા, તારા લોચનિયાંમાં નંદલાલા રે. કા૦ ૪

મૂળ પદ

તારાં નેણાં કામણગારાં રે

મળતા રાગ

તારા લટકાં પ્‍યારા મને લાગે રે, લહેરી લટકાના

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી