તારા છોગલિયામાં લલચાણી રે, છેલા છોગાળા ૨/૮

તારા છોગલિયામાં લલચાણી રે, છેલા છોગાળા ;
હું તો ભરવું ભૂલી ગઇ પાણી રે, કાનુડા કાળા.
આજ આવી'તી હું તો જમુનાને આરે, કીધી ઘાયલ છોગલિયે તારે રે. છે૦ ૧
છેલછબીલા તારું છોગલિયુંરે ભાળી, મેં તો શંકા જગની ટાળી રે. છે૦ ર
છોગલિયું રે તારું રંગડાનું ભરીયું, વહાલા જોતાં તનડું વીસર્યું રે. છે૦ ૩
છોગલિયાની છબી નૌતમ સારી, જાયે બ્રહ્માનંદ બલિહારી રે. છે૦ ૪

મૂળ પદ

તારાં નેણાં કામણગારાં રે

મળતા રાગ

તારા લટકાં પ્‍યારા મને લાગે રે, લહેરી લટકાના

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી