મારા નવલ સનેહિડા નાવરે, ઓરા આવોને ૩/૮

મારા નવલ સનેહિડા નાવરે, ઓરા આવોને ;
મારે ભેટ્યાનો છે અતિ ભાવરે, કંઠ લગાવોને.
સુંદર બાંધી શિર પાઘ સોનેરી, આવી લટકાં કરોને રંગરેલી રે. ઓ૦ ૧
ફૂલતણા રે છોગા મેલોને ફરતાં, દેખી દુર્જન છોને દાઝી મરતાં રે. ઓ૦ ર
મનમાં વસી મારે મૂર્તિ તારી, વારી બંકા નવલ વિહારી રે. ઓ૦ ૩
બ્રહ્માનંદના શ્યામ સોહાગી, વહાલા રૂપ તારે અનુરાગી રે. ઓ૦ ૪

મૂળ પદ

તારાં નેણાં કામણગારાં રે

મળતા રાગ

તારા લટકાં પ્‍યારા મને લાગે રે, લહેરી લટકાના

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી