તારૂં રૂપ જોઇને હું તો રીઝી રે, રૂપાળા રસિયા ૪/૮

તારૂં રૂપ જોઇને હું તો રીઝી રે, રૂપાળા રસિયા ;
મુને વાત ગમે નહીં બીજી રે, અંતરમાં વસીયા.
ચાલ રંગીલી મન પ્રાણ હરે છે, મારાં નિરખીને નેણાં ઠરે છે રે. રૂ૦ ૧
ભાલ તિલક મુખની છબી ભારી, તારા મોલીડાપર વારી રે. રૂ૦ ર
કાજુ બાજુ રે શોભા કુંડલ કેરી રે, મીઠી મોરલી વજાડો છો ઘેરી રે. રૂ૦ ૩
બ્રહ્માનંદ કહે શું કહી દાખું, મારી આંખડલીમાં નિત રાખું રે. રૂ૦ ૪

મૂળ પદ

તારાં નેણાં કામણગારાં રે

મળતા રાગ

તારા લટકાં પ્‍યારા મને લાગે રે, લહેરી લટકાના

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી