હું તો ગઇ'તી જમુના પાણી રે, દીઠો ડોલરિયો ૫/૮

હું તો ગઇ'તી જમુના પાણી રે, દીઠો ડોલરિયો ;
ખેલે જગમાં મોહન દાણી રે, રંગડાનો ભરિયો
ગરવ ભરી વહે જમુના ગેરી, માઇ ઉઠે છે સુંદરલેરી રે. દી૦ ૧
અલવ કરંતો વહાલો નીર ઉછાળે, હેતે ભાવ કરીને સામું ભાળે રે. દી૦ ર
ગોવાલાને મનડે રે ગમતા, વહાલો રંગડો ઢાળે છે જલ રમતા રે. દી૦ ૩
બ્રહ્માનંદનો વહાલો શોભે, એના લટકામાં મન મારું લોભે રે. દી૦ ૪

મૂળ પદ

તારાં નેણાં કામણગારાં રે

મળતા રાગ

તારા લટકાં પ્‍યારા મને લાગે રે, લહેરી લટકાના

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી