ખેલે જમુનામાં નંદદુલારો રે, મોહન વનમાળી ૬/૮

ખેલે જમુનામાં નંદદુલારો રે,  મોહન વનમાળી ; 
આ જન્મ સુફલ થયો મારો રે, ભુધરને ભ��ળી.   
મેઘ ઝરે શિર ધીરે ધીરે, રૂડા લાગે તે ગૌર શરીર રે.      મો૦ ૧
રાગ આલાપે પ્યારો અતિ ઉછરંગે, ગાવે કાન ગોવાલીડા સંગે રે.     મો૦ ર
બળવંત વહે જળ જમુનાનું બોહોળું, છેલો ઉડાડે છે અતિ છોળું રે.  મો૦ ૩
બ્રહ્માનંદનો નાથ વિહારી, જોઇને ગરક થઇ વ્રજનારી રે.   મો૦ ૪ 
 

મૂળ પદ

તારાં નેણાં કામણગારાં રે

મળતા રાગ

તારા લટકાં પ્‍યારા મને લાગે રે, લહેરી લટકાના

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી