સખી ધન ધન જમુનાનાં વારિ રે, ખેલે ખાંતીલો ૮/૮

સખી ધન ધન જમુનાનાં વારિ રે, ખેલે ખાંતીલો ;
વહાલો નૌતમ લીલાધારી રે, રસીયો રંગીલો.
જમુનાનો જશમોટા મુનિવર ગાવે, એના મહિમાનો પાર ન આવે. ખે૦ ૧
ડોલરીયો રે એમાં રંગભર ડોલે, બીજું તીરથ ના'વે એને તોલેરે. ખે૦ ર
પામર નર મહાતમ શું પ્રીછે, એને ઈંદ્રાદિક સુર ઇચ્છે રે. ખે૦ ૩
બ્રહ્માનંદ કહે જમુનાનો આરો, છે જો તીન લોક થકી ન્યારો રે. ખે૦ ૪

મૂળ પદ

તારાં નેણાં કામણગારાં રે

મળતા રાગ

તારા લટકાં પ્‍યારા મને લાગે રે, લહેરી લટકાના

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી