ધામનુ સ્વરૂપ આજ જોયુ સાક્ષાત્ પુરુષોત્તમ પ્રગટ્યા છે આજ, આ જુઓ મહારાજ ૧/૧

ધામનું સ્વરૂપ આજ જોયુ સાક્ષાત્,
પુરુષોત્તમ પ્રગટ્યા છે આજ, આ જુઓ મહારાજ,
માથે મુગટ કાને કુંડળ છે મોર,
મંદમંદ હસે ઘનશ્યામ, આ મારો ચિત્તચોર...ટેક
મંદમંદ હસતા સામે ઉભા છે, સુખડા દેવા અપાર,
વેશ રજવાડી નીરખું છું દાડી, જોઇ જોઇ તજી સંસાર,
હું ઉતરી ભવપાર...ધામનું૦ ૧
ખેસ લીલો કેસરી હાય દિલ વેતરી, ઉતરે છે આરપાર,
પિતાંબર પ્યારુ સોને શણગાયુર્ં, ચળકે છે જો અપાર,
ત્યાં લાગી એકતાર...ધામનું૦ ૨
મોતીડે મઢી મોજડી તારી, ચાલ તારી સુખાકાર,
ચટચટ ચાલતા મન મારું જાલતા, કરી છે તારે આકાર,
ઓ "જ્ઞાન"ના આધાર...ધામનું૦ ૩

મૂળ પદ

ધામનું સ્વરૂપ આજ જોયુ સાક્ષાત્

મળતા રાગ

મથું છું હું એટલે

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી