બેની પાણીડે ગઇ'તી હું જમુનાને તીરે, ડોલરીયો વર દીઠો રે ૨/૪

બેની પાણીડે ગઇ'તી હું જમુનાને તીરે, ડોલરીયો વર દીઠો રે. બે૦ ૧
લટકાં જોઇને મારું મનડું લોભાણું, મુખનો મરકલડો મીઠો રે. બે૦ ર
કમર કટારો શોભે સાવ સોનેરી, કાને કુંડળ મકરાકારી રે. બે૦ ૩
રાજે છે સુંદર પાઘ રંગીલી, નવલ કલંગી ભારી રે. બે૦૪
માનનીયુંના મનડાં રે મોવા, રૂપ અલોકિક ધાર્યું રે. બે૦ પ
છેલ છબીલાનું છોગું જોઇ મેં તો, બીજું તે સર્વ વિસાર્યું રે. બે૦ ૬
ભાલ તિલક અતિ શોભી રહ્યું છે, ચાલ મનોહર ચાલે રે. બે૦ ૭
પ્રેમ સહિત માળા ફૂલડાંની પેરી, બ્રહ્માનંદને વાલે રે. બે૦ ૮

મૂળ પદ

મા જમુનાને આરે ઉભો છેલ

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી