હેલી નંદના નંદન સાથે નેહડો બંધાણો, બીજું તે કાંઇ નવ જાણું રે ૩/૪

હેલી નંદના નંદન સાથે નેહડો બંધાણો, બીજું તે કાંઇ નવ જાણું રે. હે૦ ૧
છેલ છબીલાનું છોગું રંગીલું, અંતરમાંહી પ્રોવાણું રે. હે૦ ર
એ રે વિના મુને બીજુ કાંઇ નવ સૂઝે, ઘરમાં રે'તાં નથી ગમતું રે. હે૦ ૩
રાત દિવસ કાનુડાની કેડે, રે છે મારું મન ભમતું રે. હે૦ ૪
જગના જીવન કેરાં લટકાં જોઇ હું તો, દિલમાં થઇ છું દીવાની રે. હે૦ પ
રંગના ભીના મનોહર શ્યામ સલૂણાની, મૂર્તિ નવલ મનમાની રે. હે૦ ૬
વ્રજના જીવન કેરી વંશી સુણી મુને, થયો છે સંસારીયો ખારો રે. હે૦ ૭
બ્રહ્માનંદનો વાલો રસિક સુંદરવર, ન કરું પલ એક ન્યારો રે. હે૦ ૮

મૂળ પદ

મા જમુનાને આરે ઉભો છેલ

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી