સખી ! મનડું હર્યું મારું નંદને નાનડીયે, ચતુરનયન કેરી સાને રે ૪/૪

સખી ! મનડું હર્યું મારું નંદને નાનડીયે, ચતુરનયન કેરી સાને રે. સ૦ ૧
શ્રવણે સુણીને ગુલતાન થઇ, એની મોરલડીની તાને રે. સ૦ ર
રાત દિવસ આવી રટવા લાગી, એનું મુખડું મેલ્યું નવ જાયે રે. સ૦ ૩
જગના જીવન અલબેલાને જોતાં, મારાં લોચન ત્રપત ન થાયે રે. સ૦ ૪
ઘેરો શોભેછે માથે ફેંટો ગુલાબી, માંઇ ચોલ રસીલી રંગ ચટકી રે. સ૦ પ
લટકાં કરે છે કાજુ નવલ કલંગી બેની, અંતરમાં આવી મારે અટકી રે. સ૦ ૬
મધુરે મધુરે મુખ હાસ કરીને, પ્રીત લગાડી પ્યારે રે. સ૦ ૭
બ્રહ્માનંદ કહે મુજને વશ કીધી, કાનુડે કામણગારે રે. સ૦ ૮

મૂળ પદ

મા જમુનાને આરે ઉભો છેલ

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી