મારા શામળિયા સરદાર, કાના મનડું મોહ્યું તારા અંગમાં ૨/૪

મારા શામળિયા સરદાર, કાના મનડું મોહ્યું તારા અંગમાં ;
જાઉ વારણે વારંવાર, કાના રસબસ થઇ હું તો રંગમાં. ટેક.
બાંયે બાજુ જડાઉ બાંધીયા, તેમાં લટકે સોનેરી બોર. ક૦ ૧
વાલા આવીને ખુત્યા અંતરે, તારાં કુંડલ નંદકીશોર. ક૦ ર
બહુમૂલા સોના કેરા સાંકળા, કાજુ શોભે છેલા તારી કોટ. ક૦ ૩
જાદુગારી પ્યારી તારી મૂરતિ, જોતાં ચિત્તડાંને લાગેલ ચોટ. ક૦ ૪
રૂડી હંસ સરીખી ચાલને ભાળી વ્યાકુળ થઇ વ્રજનાર. ક૦ પ
બ્રહ્માનંદનું લોભાણું ચિતડું તારી પાઘલડીને તાર. ક૦ ૬

મૂળ પદ

કોડીલા નંદકુમાર

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી