દિવ્ય દિવ્ય મહારાજ મળીયા દિવ્ય દિવ્ય મહારાજ, ૧/૧

દિવ્ય દિવ્ય મહારાજ મળીયા, દિવ્ય દિવ્ય મહારાજ,
અંગો-અંગ છે અતિ રૂપાળા, દિવ્ય દિવ્ય મહારાજ...ટેક ૦
મૂરતિ રસાળી અતિ સુખાળી, જોઇ દિલ ઠરીયું આજ,
વિશાળ છાતી કહી નથી જાતી, ભુજાઓ છે સુખસાજ...દિવ્ય૦ ૧
પ્યારુ તારૂ પેટ પીયુડા, નાભી છે ઊંડી અગાધ,
કાંડા કેડ્ય ને સાથળ જોઇને, થઇ છું સુખી આજ...દિવ્ય૦ ૨
ગોઠણ પીંડી ને ઘુંટી તમારી, ચાંપવા દ્યો મહારાજ,
રૂડા રૂપાળા ચરણ તમારા, છાતીએ આપો આજ...દિવ્ય૦ ૩
નેણા નેણ ને નાસિકા નમણી, મીઠો તમારો અવાજ,
જ્ઞાનસખીના સ્નેહી શ્રીજી, પ્રગટ મળ્યા છો આજ...દિવ્ય૦ ૪

મૂળ પદ

દિવ્ય દિવ્ય મહારાજ મળીયા

મળતા રાગ

માફ કરો મહારાજ મુજને

રચયિતા

જ્ઞાનજીવનદાસજી સ્વામી-કુંડળ

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી