વેણ વજાડો રે હરી લટકે, મોહી છું લાલ કસુંબી પટકે ૧/૪

વેણ વજાડો રે હરી લટકે, મોહી છું લાલ કસુંબી પટકે.
મોલીડું તારું રે વનમાળી, ભૂધર ગરક થઇ છું ભાળી.
શોભે કોરું રે સોનેરી, નવલ કલંગી મોતીડાં કેરી.
માથે છોગું રે મરમાળું, રૂડું લાગે છે રૂપાળું.
બ્રહ્માનંદના પ્રીતમ પ્યારા, છેલા લાગો છો અતિ સારા.

મૂળ પદ

વેણ વજાડો રે હરી લટકે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી