મોહન ! મૂરતિ રે મુને તારી, વહાલી લાગે કુંજવિહારી ૩/૪

મોહન ! મૂરતિ રે મુને તારી, વહાલી લાગે કુંજવિહારી.
લાવણ જોઇને રે લોભાણી, પ્રીતે પરવશ થઇ પ્રોવાણી.
લટકાં તારાં રે લટકાળા, કાજુ લાગે કાનડ કાળા.
તમને નિરખીને ડોલરીઆ, જતન કરી અંતરમાં ધરીઆ.
બ્રહ્માનંદના રે હરિ બેલી, તમને રાખ્યા સહુને મેલી.

મૂળ પદ

વેણ વજાડો રે હરી લટકે

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી