આવો રસિયાજી વ્રજરાજ, કાના કેસરિયા ૨/૪

 

આવો રસિયાજી વ્રજરાજ, કાના કેસરિયા ;
મારા મનગમતા મહારાજ, રંગડાના ભરિયા. ટેક.
બહુમૂલી શિર પાઘ બનાવો, મારા દિલડાને ડોલાવો રે. ક૦ ૧
ચિત્તમાં ખુંતો તારા મોલીડાનો છેડો, મારે લાગે નટવર નેડો રે. ક૦ ર
પ્રાણપિયા જામા જરકસી પેહેરો, હસી સામું આવી મુને હેરો રે ક૦ ૩
બેરખડા બાંયે સુંદર બાંધો, બ્રહ્માનંદ કહે તો રહે નહીં વાંધો રે. ક૦ ૪

મૂળ પદ

આવો અલવિલા અલબેલ

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી