આવો ડોલરિયા દિવાન, મેરમજી મારા ૩/૪

આવો ડોલરિયા દિવાન, મેરમજી મારા ; 
માવા માણીગર મેરાણ, પ્રાણ થકી પ્યારા.                                   ટેક.
પ્રાણ થકી મૂર્તિ તારી પ્યારી, મનમોહન છે નિધિ મારી રે.              મ૦ ૧
લાલ મનોહર નવલ કલંગી, શોભે શામળિયા નવરંગી રે.            મ૦ ર
અરુણ વિલાસ અનોપમ આંખ્યું, જોતાં તનડું વારી મારૂં નાંખ્યું રે મ૦ ૩
બ્રહ્માનંદના બલવંત બેલી, આવી મહાલો છોગા શિર મેલી રે.    મ૦ ૪

મૂળ પદ

આવો અલવિલા અલબેલ

રચયિતા

બ્રહ્માનંદ સ્વામી

ફોટો

કિર્તન ઓડિયો / વિડિયો યાદી

ગાયક રાગ પ્રકાશક    
રેકોર્ડીંગ ગુણવત્તા ઓડિયો/વિડિયો લાઇવ /સ્ટુડિયો
   
કોઈ ઑડિયો / વીડિયો ઉપલબ્ધ નથી